સરકાર વધારે ચલણી નોટો કેમ નથી છાપતી ? Why govt. doesn’t print more money ?
તમને કદાચ ઘણીવાર આવો વિચાર આવ્યો હશે કે સરકાર વધારે ચલણી નોટો કેમ નથી છાપતી ?. બરાબર ને ? આપણને એવું જ લાગે કે સાચી વાત છે. ટેક્સ વધારવા ના બદલે અને વસ્તુઓ ના ભાવ વધારવા ના બદલે સરકાર પોતે જોઈએ એટલી નોટો છાપી લે તો બધી સમસ્યા દુર થઇ જાય. સરકાર ને પણ પૂરતા પૈસા મળી રહે અને પ્રજા પણ સુખી થઇ જાય . પણ હકીકતમાં આવું બનતું નથી , શા માટે ? ચાલો સમજીએ.
Inflation – ફુગાવો – Why govt. doesn’t print more money ?
સૌથી મહત્વની સમસ્યા ફુગાવા ની થઇ શકે. ફુગાવો એટલે અત્યંત ભાવ વધારો થવો. જો સરકાર ખુબ રૂપિયા છાપવા માંડે તો પ્રજા પાસે પણ ખુબ રૂપિયા આવી જાય. આથી બધાની ખરીદ કરવા ની શક્તિ પણ વધી જાય , અને બધા લોકો રૂપિયા હોવા ના લીધે ખરીદી કરવા માંડે. લોકો પાસે રૂપિયા હોય પણ એનાથી દેશ નું ઉત્પાદન વધી જતું નથી. જેટલું અનાજ, શાકભાજી કે કોઇપણ વસ્તુ જેટલું ઉત્પાદન થતું હોય એટલું જ હોય. હવે ખરીદ વેચાણ નો નિયમ છે કે જો માંગ વધે અને એ મુજબ ઉત્પાદન ના થાય તો ભાવ વધે. અને આ ભાવ એટલો બધો વધે કે કોથળા ભરી ને રૂપિયા લઇ જવા પડે. ઝીમ્બાબ્વે નામના દેશ એ આ રીતે અઢળક રૂપિયા છાપી ને દેશ ની ગરીબી દુર કરવા પ્રયાસ કરેલો. આમાં ફુગાવો એટલો બધો વધી ગયો કે તે લગભગ 231,000,000% જેટલો થઇ ગયો. એટલે કે જે વસ્તુ પહેલાં એક રૂપિયા માં મળતી હતી એની કિંમત લગભગ ૨૩ કરોડ થઇ ગઈ. !!!!!!!!!!!!!!!!
આમ વધારે રૂપિયા હોય તો કિંમતો પણ એટલી વધી જાય કે સરવાળે ગરીબી દુર ના થાય. આમ અર્થ તંત્ર નો વિચાર કાર્ય વગર નોટો છાપવા થી ફુગાવો થઇ શકે છે. માટે કોઈ સરકાર આ રીતે નોટો છાપતી નથી.
લોકો આળસુ બની જાય – Why govt. doesn’t print more money ?
તમારા માટે કામ કરવાનો હેતુ શું છે ? પૈસા, અધિકાર
જો બધા પાસે અમર્યાદિત રૂપિયા હોય તો ધંધો રોજગાર કે નોકરી કોણ કરશે ? બધા કામકાજ અટકી પડે. કોઈ કામ કરવા નહિ આવે , બધા કામ તમારે જાતે કરવા પડશે. અને જે કામ તમને ના આવડતા હોય એનું શું કરશો ? તમામ પ્રકારના કારીગરો કામ બંધ કરી દે તો શું થાય ? લોકો આળસુ બની જાય. નોકરી કરવા માં પણ કોઈને રસ ના રહે.
સરકાર ક્યારે રૂપિયા છાપી શકે ?
ફક્ત ગરીબી દુર કરવા માટે નહિ પણ, ખાસ સંજોગોમાં સરકાર વધારે નોટો છાપી શકે . જેમ કે લોકો પાસે રૂપિયા ઘટી જાય તો મંદી આવે તો એ પણ યોગ્ય નથી. તો બજારમાં તરલતા જાળવી રાખવા મયે યોગ્ય પ્રમાણમાં વધારા ની નોટો છાપી શકાય છે.
યોગ્ય રીતે અર્થ વ્યવસ્થા જાળવી રખવા માટે GDP નો આધાર લેવામાં આવે છે. GDP એ અર્થ વ્યવસ્થા નું માપ છે, અને બજારમાં અત્યારે કેટલી ચલણી નોટો છે એનું માપ છે. આના આધારે સરકાર નક્કી કરે છે કે અર્થ તંત્ર ની સ્થિતિ કેવી છે અને એ આધારે વધારે નોટો છાપવી કે નહિ એ નક્કી કરવા માં આવે છે.
લઘુતમ ભંડોળ – Minimum Reserve
રીઝર્વ બેંક પાસે લઘુત્તમ અનામત રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એમઆરએસ (ન્યૂનતમ રિઝર્વ સિસ્ટમ) હેઠળ, આરબીઆઈએ રૂ. 200 કરોડનું લઘુત્તમ રિઝર્વ રાખવું જરૂરી છે, જેમાંથી રૂ.115 કરોડ સોનાના સિક્કા અથવા પાટ ના રૂપમાં છે. RBI નવી નોટો છાપવા માટે માટે લઘુત્તમ અનામતના સિદ્ધાંતને અનુસરે છે. જેટલી આ રકમ સોનાના રૂપમાં હોય એના પ્રમાણમાં જ નવી નોટો છાપી શકાય છે.
આ પણ વાંચો : સરળતાથી work visa વગર વિદેશ જાઓ.