એક મહિના માં 5 કિલો વજન વધારો : Simple Home Remedies for weight gain
Simple Home Remedies for weight gain : મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરતાં હોય છે, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ વજન વધારવા નો પ્રયત્ન કરે છે. હકીકતમાં વજન ઘટાડવા કરતાં વધારવાનું કામ સહેલું છે. જો તમે પણ વજન વધારવા માટે દવા કે અન્ય ઉપાય શોધી રહ્યા હો, ત્યાં પણ બધાને પૂછતાં હો કે વજન વધારવાની દવા બતાવો અને વજન વધારવા નો પ્રયત્ન કરી રહ્યા હો તો આ લેખ તમારા માટે છે. ખાસ સંશોધન કરીને વજન વધારવા માટે જરૂરી એવી બધી બાબતો નું આ લેખમાં વિસ્તૃત માર્ગદર્શન અપવાં આવ્યું છે. વજન નહીં વધવા માટેના સામાન્ય કારણોમાં તણાવનું સ્તર, અસ્વસ્થ આહાર, અનિયમિત ભોજન, શારીરિક તંદુરસ્તીનો અભાવ અને વારસાગત કારણો નો સમાવેશ થાય છે.
જો તમે સાવ હાડપિંજર જેવા દેખાતા હો , તો તમારે ખાવા પીવામાં નિયમિતતા જાળવવાની જરૂર છે; અન્ય ઉપાયો કરવા ની સાથે સાથે તમારે ખોરાક પર પણ ધ્યાન આપવું પડશે. તમારે એવો ખોરાક લેવો જોઈએ કે જે તમને નકામી ચરબી ને બદલે મજબૂત સ્નાયુ બનાવવા માં મદદ કરે અન્ય થી જે વજન વધશે એ તમને તંદુરસ્ત બનાવશે. તમે તંદુરસ્ત, બિન-ફેટી, ઉચ્ચ-કેલરી ભોજન માટે તમારા આહાર નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો. જો કે, વજન વધારવા માટે કેટલાક ઘરેલું ઉપાયો પણ અજમાવી શકાય અને, સૌથી સારી વાત એ છે કે તમે તમારા નિયમિત જીવનને ખલેલ પહોંચાડ્યા વિના આમાંના મોટાભાગના ઉપાયોને અસરકારક રીતે અપનાવી શકો છો.
આ લેખ માં આપણે ઔષધ અને ખોરાક બંને વિષે વાત કરીશું. Simple Home Remedies for weight gain :
પહેલા આપણે વજન વધારવા માટે મદદ કરે એવા ઔષધો, દવા વિષે વાત કરીશું.
Ashwagandha for weight gain :
અશ્વગંધા : વજન વધારવા માટે આ સૌથી અસરકારક આયુર્વેદિક ઔષધ દવા છે. આયુર્વેદ ના ભારતીય ગ્રંથોમાં તો અશ્વગંધા વિષે ઘણી માહિતી છે , પણ હવે અમેરિકા ની પ્રખ્યાત National Library of Medicine એ પણ એક સંશોધન ને આધારે એવું સાબિત કર્યું છે કે અશ્વગંધા એ ખૂબ જ ઉપયોગી ઔષધિ છે અને ખાસ કરીને સ્નાયુ બળ વધારવા માં પણ ઉપયોગી છે. અશ્વગંધા ચૂર્ણ અને ગોળીઓ ના સ્વરૂપમાં મળે છે , તમે કોઈપણ રીતે લઈ શકો છો. જો કે ચૂર્ણ વધારે ફાયદાકારક હોય શકે છે. આ માટે તમારે બે કપ દૂધ માં એક ચમચી અશ્વગંધા ચૂર્ણ નાખીને ગરમ કરી ને પીવાનું હોય છે. દૂધ થોડું ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહી ને ગરમ કરો. આ દૂધ રાતે સૂતા પહેલા લેવાનું હોય છે. આ પ્રમાણ માં તમે વધઘટ કરી શકો છો.
Afternoon Nap for weight gain : બપોરની ઊંઘ :
વજન વધારવા માટે બપોર ની ઊંઘ પણ જરૂરી છે. બપોરે ઊંઘ લેવાથી તમારા શરીર ને આરામ મળે છે, કોઈ જાત નો તણાવ હોય તો એમ રાહત મળે છે. આથી શરીર ઓછી ઉર્જા વાપરે છે, અને આથી વજન વધે છે. વજન વધારવા માટે પૂરતો આરામ પણ જરૂરી છે. બ અપોરે સુવાની ટેવ તમને ઝડપથી વજન વધારવા માં મદદ કરશે.
આ પણ વાંચો : આ પાંચ સુપર ફૂડ તમને હમેશા યુવાન રાખશે.
વજન વધારવા માટે ખોરાક માં શું લેવું ?
What are some foods for weight gain ? Simple Home Remedies for weight gain
Simple Home Remedies for weight gain :
મધ અને ઘી નું મિશ્રણ : Honey and Clarified Butter for weight gain :
આ મિશ્રણ વજન વધારે છે. જમતા પહેલા લો તો વધારે સારું , અથવા જમવા ની સાથે પણ લઈ શકો છો. યાદ રાખો કે ઘી અને મધ સમાન પ્રમાણ માં ના લેવા. ઘી વધારે અને મધ ઓછું લેવું. એક ચમચી ઘી માં અડધી ચમચી મધ મિશ્રણ કરી ને લઈ શકાય. મધ ના બદલે ગોળ કે ખાંડ પણ લઈ શકાય.
સીંગદાણા નું માખણ : Peanut Butter :
વજન વધારવા માટે પી નટ બટર ખૂબ જ ઉપયોગી છે. ઘણી કંપનીઓ બનાવે છે. તમને તૈયાર પૅકિંગ માં મળી જશે. રોજ બે થી ત્રણ ચમચી દૂધ માં નાખીને અથવા એમ જ ચાટી ને લઈ શકો છો. મગફળીમાં ફેટી એસિડ, પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. તમારા રોજિંદા આહારમાં થોડી મગફળી ઉમેરવાથી વજન વધારવામાં મદદ મળે છે. તેવી જ રીતે, પીનટ બટરમાં ઉચ્ચ કેલરી હોય છે, જે તેને વજન વધારવા માટે એક સંપૂર્ણ ઘરેલું ઉપાય બનાવે છે. રોટલી અથવા બ્રેડ પર પીનટ બટર લગાવો અને 30 દિવસમાં જ તમને વજન વધતું જોવા મળશે.
કેળાં અને દૂધ : Milk and Banana :
કેળાં વજન વધારવા માટે સર્વોત્તમ ખોરાક છે , દૂધ પણ વજન વધારવા માં ઉપયોગી છે. આ બંને ને સાથે લેવા થી ચોક્કસ વજન વધે છે. સવારે ચા ના બદલે દૂધ કેળાં નો મિલ્ક શેક લ્યો તો ખૂબ સારું , અથવા ચા પીધા પછી થોડીવાર પછી લો.
ખજૂર અને દૂધ :
ખજૂર પણ શક્તિનો ભંડાર છે અને આથી જ એ વજન પણ વધારે છે. વજન વધારવા માટે રાતે સૂતા પહેલા ગરમ દૂધ ખજૂર નાખીને પીઓ. આમ કરવાથી તમારા શરીર ને જોઈતા પોષક તત્વો મળી રહેશે. આ નુસખો પણ ખૂબ જ સફળ છે અને તમારું વજન ખૂબ ઝડપ થી વધવા માંડશે.
આ પણ વાંચો : એર ફ્રાયર વિષે ગુજરાતીમાં માહિતી
સૂકો મેવો : Dry Fruits and Nuts for weight gain:
કાજુ , બદામ . અખરોટ અને અન્ય બધા પ્રકારના સૂકા મેવા માં ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો હોય છે. આ બધા ને શક્તિનો ભંડાર ગણવા માં આવે છે. રોજ થોડી માત્રા માં લો. રોજ ચાર થી પાંચ નંગ બદામ અને એટલા જ કાજુ નું સેવન ખૂબ સારું પરિણામ આપે છે. કાજુ કે અન્ય સૂકા મેવા ને પલાળી ને જ ઉપયોગ કરો, કારણ કે તેમ રહેલાં anti-nutrients એમાં રહેલાં બધા પોષક તત્વો ને શરીર માં ગ્રહણ કરવા માં બાધા ઉત્પન્ન કરે છે, પલાળવા થી આ anti-nutrients દૂર થઈ જાય છે. આથી તેના પોષક તત્વો નો શરીર ને યોગ્ય લાભ મળે છે. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે તમારે શેકેલા, કે મસાલા વાળા કાજુ બદામ નો ઉપયોગ નથી કરવા નો, ફક્ત કાચા ને જ પલાળી ને લેવા ના છે.
વજન વધારવા માટે ભૂખ લાગવી જરૂરી છે અને માનસિક શાંતિ પણ જરૂરી છે, જો કે એનો અર્થ એવો નથી કે પરણેલાં લોકો નું વજન ના વધી શકે ! આ બંને માટે તમે કસરત અને યોગ , ધ્યાન કરી શકો છો.
ઉપર મુજબ નું બધુ ધ્યાન રાખવાથી અને અમલ કરવા થી તમને એક જ મહિના માં સારું પરિણામ જોવા મળશે.
You can search for : Simple Home Remedies for weight gain, weight gain, how to gain weight, how to gain weight fast, weight gain diet, weight gain tips, gain weight, weight gain foods, gain weight fast, weight gain exercise, what to eat to gain weight, gain weight diet, how to gain weight fast for girls, weight gain for men, yoga for weight gain, weight gain journey, weight, weight gain smoothie, foods for weight gain, food to gain weight, foods to gain weight, weight gain tips in hindi, gain weight naturally