Work Visa વગર સરળતા થી વિદેશ જવા માટે Digital Nomad Visa
ડિજિટલ નોમેડ વિઝાનો પરિચય : What is Digital Nomad Visa ?
વિદેશ જવા માટે વિઝા ના ઘણા પ્રકાર છે, તમે કયા હેતુ થી જવા માંગો છો એના આધારે તમને વિઝા મળે છે. આમાં ટુરિસ્ટ વિઝા અને વર્ક વિઝા એ બે મુખ્ય છે અને વધારે લોકપ્રિય છે, અન્ય પ્રકાર નવીસ કરતાં આ પ્રકારના વિઝા પ્રમાણ માં સરળતા થી મળે છે.
વર્ક વિઝા માં તમે એ દેશમાં જઈ ને કમાણી કરી શકો છો. પણ આ માટે માટે તમારી પાસે એ દેશ ની કોઈ કંપની તરફ થી તમને ઓફર લેટર મળેલો હોવો જરૂરી છે, તો જ તમને વર્ક વિઝા મળે છે. જો ઓફર લેટર ના હોય અને તમારે વિદેશ જવું હોય તો ટુરિસ્ટ વિઝા પર જઈ શકો છો , એમ ઓફર લેટર ની જરૂર નથી , પણ આમાં વિદેશ જઈ ને કામ ધંધો કે નોકરી કરવા ની છૂટ નથી.
હવે ઓફર લેટર ના હોય તો વર્ક વિઝા ના મળે અને ટુરિસ્ટ વિઝા પર જાઓ તો કામ ના કરી શકો તો એનું નિરાકરણ કરવા માટે અમુક દેશો એ ડિજિટલ નોમેડ વિઝા ની શરૂઆત કરી છે. આમાં તમે ટુરિસ્ટ ની જેમ વર્ક વિઝા કે ઓફર લેટર વગર વિદેશ જઈ શકો છો અને કામ પણ કરી શકો છો.
Canada સહીત ના ઘણા દેશો હવે ડીજીટલ નોમેડ ( Digital Nomad ) તરીકે કામ કરવા માટે છૂટ આપે છે અને એ માટે work visa ની પણ જરૂર નથી પડતી. આ પ્રકારના વિઝા ની શરૂઆત એસ્ટોનિયા નામ ના એક દેશ એ કરી હતી. આવો જાણીએ શું છે આ ડીજીટલ નોમેડ વિઝા ( Digital Nomad Visa ) . નોમેડ નો સામાન્ય અર્થ થાય છે રખડતું , ભટકતું જીવન ગાળનાર વ્યક્તિ. સામાન્ય રીતે એક સ્થળે થી બીજે ફરતા રહેતા વણઝારા પ્રકાર ના લોકો માટે આ શબ્દ નો ઉપયોગ થાય છે, પણ આ ડીજીટલ નોમેડ થોડા અલગ પડે છે. Digital Nomad એવી વ્યક્તિ છે જે વિચરતી જીવનશૈલી જીવે છે અને ટેક્નોલોજીનો ઉપયોગ તેમના દેશની બહારથી દૂરથી કામ કરવા માટે કરે છે. આ લોકો કોઈ એક કંપની માં કામ કરતા હોય છે પણ દેશ વિદેશમાં ફરતા રહી ને દુર થી જ કામ કરે છે. તેઓ હરતા ફરતા કામ કરે છે.
Digital Nomad Visa આ વ્યક્તિઓને કાયદેસર રીતે અન્ય દેશમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.
આ વિઝા વિદ્યાર્થીઓ અને કામદારો માટે ઉપલબ્ધ છે, જો કે ખર્ચ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે.
ઘણા ઓફર કરતા દેશો વ્યક્તિઓને પોતાના માટે તેમજ આશ્રિતો માટે અરજી કરવાની મંજૂરી આપે છે. આથી તમે તમારા કુટુંબ સાથે પણ રહી શકો છો.
આને Workation પણ કહેવાય છે, જે work + vacation એમ બે શબ્દો થી બનેલો એક નવો શબ્દ છે. આમાં કામ કરતા હોવા છતાં મન થાય ત્યાં ફરતા રહીને વેકેશન નો આનંદ માણી શકો છો.
સરકારો તેમના Digital Nomad Visa પ્રોગ્રામ્સ રજૂ કરીને અથવા વિસ્તરણ કરીને આવા લોકોને વધુ સરળતા થી કામ કરવા ની સગવડ આપી રહી છે. Canada સહીત ના ઘણા દેશો હવે ડીજીટલ નોમેડ તરીકે કામ કરવા માટે છૂટ આપે છે અને એ માટે work visa ની પણ જરૂર નથી પડતી.
Digital Nomad Visa એ એક અસ્થાયી પરમિટ છે જે મુલાકાતીઓને તેમના દેશમાં રહેવાની મંજૂરી આપે છે જ્યારે તેઓ દૂરથી કામ કરે છે. બહુવિધ દેશો આ પ્રકારના વિઝા ઓફર કરે છે, અને તેમાંના મોટાભાગનાની અવધિ 12 મહિનાની હોય છે, જેમાં તમારા રોકાણને લંબાવવાની શક્યતા હોય છે.
Difference between Tourist Visa and Digital Nomad Visa:
ટુરિસ્ટ વિઝા / વિઝીટર વિઝા અને ડીજીટલ નોમેડ વિઝા માં શું તફાવત છે ?
ફક્ત ફરવા માટે ના visa પ્રમાણ માં સરળતા થી મળે છે , જેને વિઝીટર વિઝા કહેવાય છે, પણ એ ટૂંકા ગાળા માટે હોય છે , જયારે ડીજીટલ નોમેડ વિઝા ( Digital Nomad Visa ) માં એક વર્ષ કે એનાથી પણ વધારે સમય રોકાઈ શકાય છે. વિઝીટર વિઝા પર જાઓ તો તમે ત્યાં કાયદેસર રીતે કામ કરવા ની છૂટ નથી હોતી. ડીજીટલ નોમેડ વિઝા માં તમે કામ કરવા માટે જ જાઓ છો. તેમ છતાં તમારે work વિઝા લેવા ની જરૂર નથી પડતી. આ ઉપરાંત ડીજીટલ નોમેડ વિઝા મેળવવા માટે ખુબ ઓછો કરચ થાય છે. ઘણા દેશો ડીજીટલ નોમેડ લોકો ને વધારા ની સગવડો પણ આપે છે. જે સગવડો સામાન્ય રીતે તમને વિઝીટર તરીકે નથી મળતી.
જો કે આ વિઝા બધાને કદાચ લાગુ ના પણ પડે , ડિજિટલ નોમેડ વિઝા તમને વિશ્વની મુસાફરી કરવાની તક આપે છે અને તમે લેપટોપ પર આરામથી કામ કરી શકો છો. તેઓ વિદેશીઓને લાંબા સમય સુધી રોકાઈને દેશોને તેમની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચવાનું તમને ગમશે : Think and Grow Rich Book Summary
અત્યારે લગભગ 50 દેશો આ પ્રકારના વિઝા આપે છે. જેમાં મુખ્ય દેશો નું લીસ્ટ આ મુજબ છે.
UK, Canada, Spain, Greece, Romania, Hungary, Cyprus, Latvia, Albania, St. Lucia, Grenada, Panama, Belize, Brazil, Ecuador, Dubai, Sri Lanka, Thailand, Malaysia, Namibia, North Macedonia, Serbia, Montenegro, Indonesia-Bali, Italy, Columbia, and South Africa. આ સિવાય ઘણા નાના દેશો પણ ડીજીટલ નોમેડ વિઝા આપે છે. આ બધા દેશો માટે નિયમો માં થોડા ઘણા ફેરફાર હોઈ શકે છે, તો આ માટે લાગુ પાડતા દેશ ની વેબ સાઈટ પર થી વધારે માહિતી મળી શકશે.
જો તમે પણ આ રીતે કામ કરી ને દેશ વિદેશ ફરવા ઈચ્છતા હો તો ડીજીટલ નોમેડ વિઝા ની સંપૂર્ણ પ્રક્રિયા માટે નીચે આપેલ વિડીયો જુઓ.