Ikigai Book Summary in Gujarati – સુખી અને સફળ થવાનું જાપાનીઝ રહસ્ય
Ikigai Book Summary in Gujarati : આ પુસ્તકનું ટાઈટલ IKIGAI એ એક જાપાનીઝ શબ્દ છે. આનો અર્થ થાય છે જીવનનો હેતુ અથવા જીવન આનંદથી જીવવાનું મન થાય એવી કોઈ બાબત. જેને અંગ્રેજીમાં Driving Force કહેવાય છે. આ પુસ્તક ના લેખકો હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સેસ્ક મિરાલેસ આ સુખી અને સફળ રીતે લાંબુ જીવવા ના રહસ્યો વિષે જણાવે છે. તેઓ જણાવે છે કે આબોહવા અને આહાર જેવી બાહ્ય શક્તિઓ જીવનમાં શું ભૂમિકા ભજવે છે. લેખકો સુખી, ઉત્પાદક જીવન જીવવાના રહસ્યો જાણવા માટે, જાપાનના એક દૂરના ગામની મુલાકાત લે છે, જ્યાં ઘણા બધા શતાબ્દી પૂર્ણ કરી ચુકેલા લોકો રહે છે. ત્યાં ના સ્થાનિક રહેવાસીઓ એક સમાન માહિતી આપે છે, જે છે તેમની ઇકીગાઈ ( Ikigai )અથવા હેતુ. Ikigai શું છે અને લાંબુ અને આનંદી જીવન જીવવા માટે તમારે તમારા Ikigai સાથે કેવી રીતે કનેક્ટ થવું તે આ પુસ્તકમાં સમજાવેલ છે.