શનિ માર્ગી 2022: 23 ઓક્ટોબરથી શનિદેવ ચાલશે સીધા, આ 5 રાશિઓ માટે રહેશે સારા દિવસો
Shani Gochar Margi 2022:
શનિ માર્ગી 2022: Shani Gochar Margi 2022 : શનિની સાડાસાતી અને અને નાની પનોતી ના લીધે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાજા દશરથના શનિ સ્તોત્રનો અથવા હનુમાન ચાલીસા નો દરરોજ પાઠ કરવો જોઈએ.
જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ પોતાના કર્મો પ્રમાણે જાતક ને ફળ આપે છે. 23 ઓક્ટોબર, શુક્રવારે શનિની ચાલમાં પરિવર્તન આવશે. શનિ હાલમાં મકર રાશિમાં વક્રી છે. 23 ઓક્ટોબરે શનિ માર્ગી થઇ જશે, અર્થાત ત્યાર બાદ શનિદેવ સીધી ચાલ ચાલશે. શનિ ની માર્ગી ચાલ થવા થી કઈ કઈ રાશીઓ ને લાભ થશે એ હવે જોઈએ .
Shani Gochar Margi 2022
મેષ રાશિ
મેષ રાશિના દસમા ભાવમાં શનિ ગોચર કરી રહ્યો છે. વેપારી વર્ગને શનિની આ સ્થિતિનો લાભ મળશે. નોકરી કરતા લોકોને નવી તકો મળશે. માન-સન્માન વધશે અને ધનલાભના યોગ બનશે.
કર્ક રાશિ
કર્ક રાશિના સાતમા ભાવમાં શનિનું ગોચર થશે. તેની અસરથી તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. સાતમું સ્થાન જીવન સાથી નું છે આથી હવે તમને જીવન સાથી નો સહયોગ મળશે. જીવન સાથી સાથે કોઈ સમસ્યા હશે તો પણ હવે એનો ઉકેલ આવી જશે.
તુલા રાશિ
તુલા રાશિના ચોથા ભાવમાં શનિનું ગોચર થશે. આ રાશિના લોકોની આવકમાં વધારો શક્ય છે. આર્થિક પ્રગતિની તકો મળશે. નવા નોકરી ધંધા માટે વિચાર કરતાં હો તો કરી શકશો. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને શનિના માર્ગી હોવાનો લાભ પણ મળશે. આ દરમિયાન કોઈપણ નવા કાર્યની શરૂઆત તમારા માટે શુભ રહેશે. તમને રોકાણનો લાભ મળશે. વિવાહિત જીવન સુખદ રહેશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે શનિનો માર્ગ હોવાથી જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ સમય દરમિયાન તમને માનસિક તણાવથી રાહત મળશે. નોકરી અને વ્યવસાય બંનેમાં સફળતા મળી શકે છે.
અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
Comment on “શનિ માર્ગી 2022: 23 ઓક્ટોબરથી શનિદેવ ચાલશે સીધા, આ 5 રાશિઓ માટે રહેશે સારા દિવસો”