5 Indian ingredients that are the powerhouse : શક્તિનો ભંડાર છે રસોડાની આ 5 ચીજો
5 Indian ingredients that are the powerhouse : આજે આપણે રસોડાની એવી ચીજો ની વાત કરીશું કે જે શક્તિનો ભંડાર કહી શકાય એમ છે. આ ચીજો આપણા રસોડામાં આપણે રોજીંદા ઉપયોગમાં લઈએ જ છીએ, પણ એના વિષે બહુ જાણતા નથી હોતા. આ બધી વસ્તુઓ એવી છે જે ફક્ત સ્વાદ વધારવા નું કામ નથી કરતી પણ એના સ્વાસ્થ્ય ને લગતા પણ અનેક ફાયદાઓ છે. તો આજે આ 5 વસ્તુઓ વિષે વિસ્તૃત જાણકારી મેળવીશું.
રોજિંદા જીવનમાં, આપણે ઘણા ભારતીય મરી મસાલાનો ઉપયોગ કરીએ છીએ. તે વિવિધ બીમારીઓથી દૂર રાખે છે. અહીં, આપણે ઉચ્ચ પોષક મૂલ્ય ધરાવતા મસાલાઓવિષે વાત કરવાના છીએ. ઘણાં ઘટકો, મહત્વપૂર્ણ વિટામિન્સ પ્રદાન કરે છે અને દ્રષ્ટિ સુધારવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાળો આપે છે અને તમારા શરીરને ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
5 Indian ingredients that are the powerhouse of benefits:
1.Turmeric : હળદર :
હળદરના ફાયદા : Benefits of Turmeric : હળદર માં Curcumin નામનું તત્વ આવેલું હોય છે , આ તત્વ ખુબ જ ઉપયોગી છે. હળદર સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, અને બળતરા શામક જેવા મહત્વના ગુણો રહેલા છે. આ ઉપરાંત તેમાંથી નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.
રોજ ગરમ પાણી અને હળદર ને એક સાથે લેવાથી પાચન માં ફાયદો થાય છે . જે લોકો ને કમજોર પાચનની ફરિયાદ રહે છે એ લોકોએ પાણી સાથે હળદરનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગરમ પાણી અને હળદર ડાયાબીટીસ માટે પણ ઉપયોગી છે. આનાથી ડાયાબીટીસ નિયંત્રણ માં રહે છે.
હળદરમાં curcumin હોય છે એ ત્વચા પર કરચલી પડતી રોકે છે, વૃદ્ધત્વ ને ધીમું કરે છે. હળદર અને કાચું દૂધ મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી કોઇપણ મોંઘી ક્રીમ કરતા પણ વધારે સારો નીખર આવે છે.
થોડા નવશેકા દુધમાં હળદર નાખીને પીવાથી શ્વાસ ની તકલીફ માં ફાયદો થાય છે.
આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે હોય તો ચમચી લીંબુનો રસ, ચણા નો લોટ નાની ચમચી અને હળદર મેળવી ને તેની પેસ્ટ આંખોની નીચે કાળા કુંડાળા ઉપર લગાવીને રાખો અને પછી થોડી વાર પછી પાણીથી ધોઈ લો. આંખો ના કાળા કુંડાળા દુર થઇ જશે.
2. Garlic: લસણ :
લસણ ના ફાયદા : Benefits of Garlic :
લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ ધરાવે છે. લસણનું નિયમિત ઉપયોગ કરવાથી હૃદય ને લગતી સમસ્યાઓ માં ફાયદો થાય છે કારણકે એ લોહીને પાતળું રાખે છે, ક્લૉટિંગને અટકાવે છે એટલા માટે સવારના સમયે લસણની એક બે કળી ખાવી જોઇએ.
લસણ નું નિયમિત સેવન કરવાથી બ્લડપ્રેશર તેમજ બ્લડ સુગર નિયંત્રણ માં રહે છે.
પુરૂષો માટે રાત્રે લસણ ખાવું વધારે ફાયદા કારક છે. લસણમાં એલીસિન નામનો પદાર્થ હોય છે જે પુરૂષોના હોર્મોન્સને મદદ કરે છે. લસણ થી પુરૂષોમાં ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા માં પણ ફાયદો થાય છે. લસણમાં ખૂબજ પ્રમાણમાં સેલેનિયમ હોય છે, જેનાથી શુક્રાણું ની ક્વોલીટી માં સુધારો થાય છે. પુરૂષ જો રાત્રે સુતા પહેલા લસણની એકાદ બે કળીઓ ખાય ખૂબ ફાયદો થાય છે.
રાતે સુતા પહેલાં શેકેલા લસણ ની બે ત્રણ કળીઓ ખાવા થી પેશાબ વાટે શરીરમાં રહેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે. શેકેલું લસણ પુરૂષોની તાકાતમાં વધારો કરે છે. શેકેલું લસણ મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારે છે.
3. Ginger: આદુ
આદુ ના ફાયદા : Benefits of Ginger :
પુખ્ત વયના કૅન્સરના દર્દીઓ ઉપર કરવામાં આવેલા એક સંશોધનમાં એમ જાણવા મળ્યું હતું કે કૅમોથૅરાપી પહેલા રોજ એક નાનો ટુકડો આદુ લેવાથી ૯૧% લોકો ને કેમોથેરપી ની આડ અસર રૂપે થતા ઉબકા માં રાહત જોવા મળી હતી.
જૂના સંધિવાથી પીડાતા દર્દીઓએ આદુ નો નિયમિત ઉપયોગ કરવાથી દુ:ખાવામાં ઘટાડો આવ્યાનું તેમજ હલન ચલન કરવાની ક્ષમતા માં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
આધાશીશી ( Migraine) માં પણ આદુ અથવા સુંઠ ના ઉપયોગ થી સારો ફાયદો થાય છે.
સ્ત્રીઓને ડિસેમૉનોરિયા નામના પીડાદાયક માસિકસ્ત્રાવની પીડા ઘટાડવામાં પણ આદુ મદદરૂપ થાય છે.
અમુક સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે સુંઠ અને પાણી ના મિશ્રણને કેન્સર ની ગાંઠ પર લાગવવામાં આવે તો કેન્સર ના કોશો પોતે એકબીજા પર હુમલો કરીને મારી નાખે છે. વિજ્ઞાન ની ભાષામાં આને AutoPhagy કહેવાય છે.
4. Honey: મધ:
મધ ના ફાયદા : Benefits of Honey :
બધા મધ એક પ્રકારના નથી હોતા , એટલે કે મધના ગુણો એક સમાન નથી હોતા. મધમાખી જે પ્રકારના ફૂલો ના રસ માંથી મધ બનાવે એના આધારે તેના ગુણો નક્કી થાય છે.
જાંબુ ના ઝાડ પર નું મધ ડાયાબિટીસના દર્દીઓને ફાયદાકારક છે. અજમા વાળું મધ પેટના રોગો માટે અકસીર મનાય છે. જ્યારે તુલસી વાળું મધ કફ અને શરદીના રોગ સામે ગુણકારી છે.
ઘેર રંગના મધમાં ઘા પર રૂઝ લાવવાનો ગુજ છે , બ્રિટનની આરોગ્ય સંસ્થા એનએચએસ દ્વારા ઘામાં રુઝ લાવવા માટે ખાસ પ્રકારના મધને સમર્થન આપવામાં આવ્યું છે.
જો નવશેકા પાણી સાથે મધનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (RBC)ની સંખ્યા વધારે છે.
મધના મહત્વના ઉપયોગોમાં એક ઉપયોગ તાત્કાલિક ઉર્જા વધારનાર છે. મધમાં વિવિધ પ્રકારના ખાંડના પરમાણુઓ, ખાસ કરીને ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝનો સમાવેશ થાય છે. જો કે, સફેદ ખાંડ થી વિપરીત રીતે મધમાં ફ્રૂક્ટોઝ હોય છે , આમ મધ ત્વરિત ઉર્જા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.
સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર 10 થી ૧૫ મિનિટ માટે, ચહેરા પર મધ અને તાજા લીંબુના રસ નું મિશ્રણ લગાવવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થઇ જાય છે.
5. Green Chili: લીલું મરચું :
લીલા મરચાં આપણા હૃદય ના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડીને ધમનીઓ ને સખત થતા અટકાવે છે. તે આપણા શરીરમાં લોહીને ગંઠાઈ જવાથી રોકવામાં મદદ કરે છે, આથી હાર્ટ એટેકની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે.
લીલા મરચામાં કેપ્સેસિન (Capsaicin) તત્વ રહેલું હોય છે , કેપ્સેસિન થી શરીર નો ઓક્સિજન વપરાશ વધે છે અને સાથે સાથે શરીર નું અને શરીરનું તાપમાન પણ વધારવાનું કામ કરે છે, જેના લીધે કેલરીના વપરાશમાં વધારો થાય છે. આમ નિયમિત કેપ્સેસિન નું સેવન કરવાથી કેલરીની બળવા ની ક્ષમતા માં વધારો થાય છે અને ચરબી ઓછી કરવામાં મદદ મળી શકે છે. આ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. ખાસ ધ્યાનમાં એ રાખવા જેવું છે કે આ કેપ્સેસિન નામનું તત્વ મરચાંના બીજ માં રહેલું હોય છે, માટે જો વજન ઘટાડવા ઈચ્છતા હો તો મરચા ના બીજ કાઢી ના નાખો.
લીલા મરચા એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે. તે આપણા શરીરને ફ્રી રેડિકલની અસરથી બચાવે છે. તેમજ તે શરીરની વૃદ્ધ થવાની પ્રક્રિયાને ધીમી કરે છે.
લીલા મરચામાં રક્તચાપ ને નિયંત્રિત કરવાના ગુણ હોય છે. તેથી, ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર) ના દર્દીએ તેના આહારમાં થોડા લીલા મરચાંનો ઉપયોગ કરવો જોઈએ.
indian spices,health benefits of indian spices,health benefits,indian spices benefits,benefits of indian spices,indian spices for health,benefits of spices,health benefits of spices,spices,amazing health benefits of indian spices,health benefits of herbs,spices of india and their health benefits,spices of india,indian spices and health benefits,indian food spices,indian spices introduction,health benefits of herbs and spices,the health benefits of spices
5 Indian ingredients that are the powerhouse : ઉપર જણાવેલ 5 ચીજો નો ઉપર જણાવ્યા મુજબ ઉપયોગ ચાલુ કરી ડો અને સ્વસ્થ રહો એવી શુભેચ્છા.