Supreme Court Judgement about Karmchari Pension Yojana : 15 હજાર ની મર્યાદા સમાપ્ત-સુપ્રિમ કોર્ટનો ચુકાદો
Supreme Court Judgement about Karmchari Pension Yojana : Karmchari Pension Yojana બાબતે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્મચારીઓને રાહત આપતો મહત્વ નો ચુકાદો આપ્યો છે. ઘણા કર્હમચારીઓ એવા પણ છે કે જેઓ કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવાના હકદાર હતા પરંતુ તેઓ આ અધિકાર મેળવી શક્યા ન હતા, સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપતા તેમને રાહત આપી છે. ચાલો જાણીએ શું હતો આખો મામલો અને સુપ્રીમ કોર્ટે તેમને કેવી રાહત આપી છે.
2014 માં સરકાર દ્વારા કર્મચારી પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી, જે હેઠળ મહત્તમ પેન્શનપાત્ર પગાર મર્યાદા 15,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે કર્મચારીની માસિક આવકને ધ્યાનમાં લીધા વિના, તેમને દર મહિને વધુ માં વધુ 15,000 રૂપિયાના પગારની ગણતરી અનુસાર જ પેન્શન આપવામાં આવશે. આ પછી આ મર્યાદા હટાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
Employee Pension Yojana : આ બાબતને આપણે એ રીતે પણ સમજી શકીએ છીએ કે જ્યારે કોઈ કર્મચારીને નોકરી મળે છે, ત્યારે તેનું EPFO ખાતું ખોલવામાં આવે છે. આ પછી, તે કર્મચારી તેના કુલ માસિક પગારના 12 ટકા EPF ખાતામાં જમા કરે છે. તેને કંપની દ્વારા સમાન રીતે EPF જમા કરાવવા માં આવે છે. પરંતુ મૂળભૂત રીતે તે માત્ર 8.33 ટકા જ થાય છે. આવી સ્થિતિમાં, જો કર્મચારી પેન્શન યોજનામાં નિર્ધારિત મર્યાદા દૂર કરવામાં આવે , તો કર્મચારીનો મૂળ પગાર 20 હજાર થઈ જાય અને તેને મળનારી પેન્શનની રકમમાં પણ વધારો થશે. તેથી જ આ અંગેનો વિવાદ તે સમયથી ચાલી રહ્યો છે. વિવાદને કારણે આવા કર્મચારીઓ જેમને આ યોજનાનો લાભ મળવો જોઈતો હતો તેઓ પણ તેનો ઉપયોગ કરી શક્યા નથી.
પેન્શન મર્યાદાને લઈને કેરળ, રાજસ્થાન અને દિલ્હીની હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. હાઈકોર્ટના નિર્ણય બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO અને કેન્દ્ર એ મળીને હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
વર્ષ 2019માં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા આપવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. પરંતુ 2021 માં તેના પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને આ અંગે ફરી સુનાવણી શરૂ થઈ. હાલમાં જ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે.
સુપ્રિમ કોર્ટ નો ચુકાદો શું છે ? What is Supreme Court Judgement about Karmchari Pension Yojana ?
કર્મચારી પેન્શન યોજનાઃ સુપ્રીમ કોર્ટે વર્ષ 2014 માટે કર્મચારી પેન્શન (સુધારા) યોજનાને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે વર્ષ 2014 માટે કર્મચારી પેન્શન (સુધારા) યોજનાની માન્યતાને સમર્થન આપ્યું હતું અને પેન્શન ફંડમાં જોડાવા માટે 15,000 રૂપિયાની માસિક પગાર મર્યાદાને દૂર કરી હતી.
લાંબા સમયથી ચાલી રહેલી કર્મચારી પેન્શન યોજનાની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી કર્મચારીઓને રાહત મળવાની છે. હા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુ. યુ. લલિત, જસ્ટિસ અનુરુધા બોઝ અને સુધાંશુ ધુલિયાએ આ મામલામાં ચુકાદો આપતાં કહ્યું હતું કે, એવા કર્મચારીઓ કે જેમણે હજુ સુધી કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવા માટે અરજી કરી નથી અથવા તેમણે તેનો ઉપયોગ કર્યો નથી, તો તેમને બીજી તક આપવામાં આવે છે. જો તેઓ 6 મહિનાની અંદર તેમાં જોડાવા માંગતા હોય, તો તેઓ જોડાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2014ની કર્મચારી પેન્શન (સુધારા) યોજનાને કાયદેસર અને માન્ય જાહેર કરી છે. કેટલાક કર્મચારીઓને રાહત આપતા કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓએ હજુ સુધી કર્મચારી પેન્શન યોજનામાં જોડાવાના વિકલ્પનો ઉપયોગ કર્યો નથી, તેમને આમ કરવા માટે વધુ છ મહિનાનો સમય આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટનું એમ પણ કહેવું છે કે આ મામલે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સ્પષ્ટ નથી. તેથી, 2014 માં સુપ્રીમ કોર્ટ દ્વારા શરૂ કરાયેલ કર્મચારી પેન્શન યોજનામાં, શરત હતી કે જો કર્મચારીઓનો પગાર 15,000 રૂપિયાથી વધુ હોય, તો તેણે 1.16 ટકા વધારાનો ફાળો આપવો પડશે આ નિર્ણય ને અમાન્ય જાહેર કરેલ છે, અને યોજનાની આ શરત પણ આગામી 6 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
Employees Pension Scheme: પેન્શન મેળવવા માટે ની જરૂરી યોગ્યતા :
કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ લાભ મેળવવા માટે, વ્યક્તિએ નીચેની શરતો પૂરી કરવી પડશે:
તમારે EPFO ના સભ્ય હોવા જોઈએ
તમે ઓછા માં ઓછા 10 વર્ષ નોકરી કરી હોવી જોઈએ .
તમે 58 વર્ષ પુરા કરેલ હોવા જોઈએ.
તમે 50 વર્ષની ઉંમરે EPSમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી શકો છો, પરંતુ તે ઓછા હશે.
તમે તમારા પેન્શનને બે વર્ષ (60 વર્ષની ઉંમર સુધી) માટે મુલતવી રાખી શકો છો, ત્યારબાદ તમને દર વર્ષે 4% વધારાના દરે પેન્શન મળશે.
તમને આ પણ પસંદ પડશે : Shani Margi 2022 : શનિ માર્ગી થઇ સીધી ચાલ ચાલશે , શરુ થશે આ રાશી ના સારા દિવસો
તમને આ પણ પસંદ પડશે : જો તમારા ઘરમાં કબુતર આવતા હોય તો આ બાબત નું રાખો ધ્યાન