અનમોલ સોફ્ટવેરથી અંગ્રેજી કેવી રીતે શીખશો , શા માટે અનમોલ સફળ પદ્ધતિ છે ...

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Like બટન પર ક્લીક કરો.

Anmoll stands for All new method of language learning Copyrighted Method of learning : Listen , Think, Speak

અનમોલ એ તદ્દન નવી પદ્વતિ છે એમ અમે શા માટે કહીએ છીએ ? કારણ કે અમે એ પદ્વતિનો ઉપયોગ કર્યો છે કે જે પદ્વતિથી તમે ગુજરાતી શીખ્યા છો. શું તમે ગુજરાતી બોલતા શીખ્યા ત્યારે તમને વર્તમાનકાળ કોને કહેવાય અને ભવિષ્યકાળ કોને કહેવાય તે શીખવવામાં આવ્યું હતું ? ...ભૂતકાળ વિશે વાત કરવી હોય તો હતો , હતી વગેરેનો ઉપયોગ થાય તથા ભવિષ્યકાળમાં "હશે" નો ઉપયોગ થાય તે ગોખવાનું કોઈ એ કહયું હતું ? નરજાતિ માટે આવ્યો, ગયો કહેવાય તથા નારીજાતિ માટે આવી , ગઈ નો ઉપયોગ થાય તે યાદ રાખજે દીકરા એવું તમે નાના હતા ત્યારે કોઈ એ ગોખવાનું કહેલું ? તમે રોજ પાંચ કે દસ શબ્દો ફરજીયાત ગોખશો તો જ ગુજરાતી બોલતા આવડશે એમ કોઈએ કહેલું ? કઈ બાબતે કેવા વાકયો બોલવા જોઈએ તે તૈયાર વાકયો બોલવાની કે ગોખવાની તમને જરૂર પડેલી ? ....તો તમે કઈ રીતે ગુજરાતી શીખી શકયા ? અને તે પણ ઘણું સારું , આત્મવિશ્વાસપુર્વક બોલી શકો તેવું , કઈ રીતે શીખ્યા ? કોઈ નિયમો કે શબ્દો ગોખ્યા વગર સરળતાથી દરેક બાળકને માતૃભાષા શીખવવામાં સૌથી મહત્વનો ફાળો તેની માતાનો હોય છે , તે અમે સ્વિકારીએ છીએ અને માનું સ્થાન તો વિશ્વનો કોઈ પણ સોફટવેર લઈ શકે તેમ નથી તે પણ હકીકત છે. પરંતુ તે ઉપરાંત માતૃભાષા શીખવાની પદ્વતિ પણ કંઈક અલગ છે , જે અન્ય ભાષા શીખવા ની સામાન્ય પદ્વતિથી અલગ પડે છે. તે પદ્વતિ છે Listen, Think , Speak અર્થાત સાંભળો , વિચારો , બોલો . જુઓ આમાં બોલવાનું સાવ છેલ્લે આવે છે. તમે જોયું હશે કે સામાન્ય રીતે અંગ્રેજી શીખવા માટે બોલવાની વધુ માં વધુ પ્રેકટિસ કરવા નું કહેવામાં આવે છે. અંગ્રેજી શીખવાના પુસ્તકો કે કલાસીસમાં પણ આ બાબત પર વિશેષ્ ભાર મુકવામાં આવે છે , અને વધુમાં વધુ બોલવાની પ્રેકટિસ કરાવવામાં મોટા ભાગે ગોખેલા વાકયો જ બોલતા શિખવવામાં આવે છે. બોલવાની પ્રેકટિસ કરવાથી જીભ છુટી થશે તો જ બોલતા આવડશે તેમ કહેવામાં આવતું હોય છે. પણ ખરેખર જીભ ટેવાવાને બદલે સૌ પહેલાં તમારા કાન ટેવાવા જરૂરી છે. જો તમને સારું સાંભળતા આવડશે તો સંભળાવતા એટલે કે બોલતા વધુ સારી રીતે આવડશે. સીધી બોલવાની પ્રેકટિસ કરવાને બદલે સાંભળવાની પ્રેકટિસથી વધુ સરળતાથી તમે બોલી શકશો. તેનું એક ઉદાહરણ એ પણ છે ... યાદ કરો કોઈ એવી વ્યકિત કે જે બહુ ભણેલી ના હોય પણ ક્રિકેટ ની કોમેન્ટરી રેડિયો પર સાંભળવાની ખુબ પ્રેકટિસને કારણે તેનામાં અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય છે. બીજું ઉદાહરણ એ પણ આપી શકાય કે ઘણા લોકો ઈગ્લેન્ડ કે અમેરિકા રહેવા જાય ત્યારે અંગ્રેજી બિલ્કુલ ના આવડતું હોય અને થોડા સમય પછી ભારત આવ્યા હોય ત્યારે સરસ અંગ્રેજી બોલતા હોય આનું કારણ પણ સાંભળવાની પ્રેકટિસ છે. તેવું વાતાવરણ પણ મળવું જોઈએ પણ તે અહી મળી શકે તેમ ના હોય તો સાંભળવાની પ્રેકટિસ ખુબ મદદરૂપ થાય છે. બોલતા શીખતું નાનું બાળક મોટા લોકો જે કંઈ બોલતા હોય તે ધ્યાન થી સાંભળતું હોય છે. બીજુ ઉદાહરણ એ પણ આપી શકાય કે જે વ્યકિત એ હિન્દી ભાષાનો સ્કૂલમાં અભ્યાસ ના કર્યો હોય કે તે માટેના કોઈ કલાસીસમાં ગયા ના હોય કે હિન્દી તેની માતૃભાષા પણ ના હોય અને તે હિન્દી બોલનારા લોકો વચ્ચે રહેતો ના હોય તો પણ તેવી વ્યકિત હિન્દી બોલી શકતી હોય છે , શાથી ? અહીં તો તેને એવું વાતાવરણ પણ મળ્યું નથી તેમ માની લઈએ તો તે હિન્દી શા માટે સરળતાથી બોલી શકે છે ? રાષ્ટ્રભાષા છે એટલે ? તો શું અંગ્રેજી ને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવે તો સરળતાથી આવડી જાય ? આનું એક મુખ્ય કારણ એ છે કે તેવી વ્યકિતને હિન્દી સાંભળવાની સારી પ્રેકટીસ હોય છે. આવી કોઈ વ્યકિત નાના ગામડામાં રહેતી હોય તો પણ તે હિન્દી બોલી શકે છે , કારણકે તે હિન્દી ફિલ્મો જાુએ છે. મનગમતા ગીતો સાંભળવા રેડિયો ચાલુ કરે તો તેમાં પણ હિન્દીમાં એનાઉન્સમેન્ટ થતું હોય છે. ગીતો પણ હિન્દી હોય છે. આમ તે હિન્દીને મહતમ સાંભળે છે. વળી આ બધી વખતે તેનો હેતુ ફિલ્મમાં વપરાતી ભાષા કે તેના વાકયો ગોખવાનો હોતો નથી તે તો માત્ર સાંભળે છે , રસપુર્વક સાંભળે છે. વધુમાં વધુ તે વ્યકિત ફિલ્મના સંવાદો વિશે વિચારે છે. શું કહેવું હોય તો હિન્દીમાં શું બોલાય તથા ફિલ્મના પાત્રો કયા સંજોગોમાં કેવી રીતે બોલે છે તે ગોખવાનો તેનો હેતુ હોતો જ નથી. પણ તેને હિન્દી સાંભળવા , વિચારવાને કારણે અને ત્યાર પછી બોલવાને ( Listen , Think , Speak ) કારણે જ આવડી જાય છે. આથી સૌ પ્રથમ તમારે શકય તેટલી વધુ સાંભળવાની પ્રેકટીસ કરવાની છે. આ માટે આ સોફટવેરમાં તમને અનુકૂળ પડે તે રીતે સાંભળવાની સગવડ આપેલી છે , તેનો મહતમ ઉપયોગ કરો. આ ઉપરાંત ઉચ્ચાર સહાયક આપેલું છે. તેમાં તમે કોઈ અંગ્રેજી છાપામાંથી સમાચારનો ફકરો કે એવું કંઈ પણ તેમાં ટાઈપ કરી ને Save કરી લ્યો , અને તમને યોગ્ય લાગે ત્યારે સાંભળો. અંગ્રેજી ફિલ્મો જુઓ. રેડિયો પર વારાફરતી હિન્દી પછી તરત એ જ સમાચાર અંગ્રેજીમાં આવે છે તે સાંભળો. રેડિયો કે ટીવી પર અંગ્રેજી સમાચાર સાંભળો. શરૂઆતમાં કદાચ અંગ્રેજી ફિલ્મ કે સમાચારમાં કંઈ ના સમજાય તો પણ વાંધો નહી , સમજાય નહીં તો પણ સંભળાય તો ખરું ને ? નિયમિત અંગ્રેજી સમાચાર સાંભળવાથી તમને ધીમે ધીમે સમજાવા માંડશે અને તેમાં તમને રસ પણ પડશે. સાંભળવાની પ્રેકટિસ કરતા કરતા પછી તમને આપમેળે જ બોલવાનું મન થશે. ત્યારે તમારે ગોખેલા વાકયો નહીં બોલવા પડે. સફળતા જરૂર મળશે જ. યાદ રાખો કે સાંભળશો તો જ સંભળાવી શકશો, એટલે કે બોલી શકશો. માટે આ સોફટવેરમાં આપેલી તમામ માહિતી વારંવાર સાંભળો સમજો અને પછી બોલો. બોલવાની ઉતાવળ નહીં કરો તો ચાલશે પણ સાંભળો અને સમજો જરૂર. એટલે કે દરેક ચેપ્ટરના પેજ ૧ પર આપેલ Speak Button નો ખુબ ઉપયોગ કરો. સાંભળવા ઉપરાંત આ સોફટવેરમાં આપેલી બીજી માહિતીનો પણ યોગ્ય ઉપયોગ કરતા રહો. શબ્દો સરળતાથી યાદ રાખવા માટે વિભાગ ૪ માં આપેલી શબ્દ રમતો રમો , તેમાં વધારેમાં વધારે પોઈન્ટસ મેળવવા પ્રયત્ન કરો. આમ તો તમને અંગ્રેજી આવડે જ છે એમ અમે કહીએ તો તમે માનશો ? જુઓ આ વાકય...   મને ટીવી ચેનલ સ્ટાર પ્લસ પર પ્રાઈમ ટાઈમમાં આવતી સિરીયલ રેગ્યુલર જોવાની હેબિટ છે.  આવું આપણે બોલતા હોઈએ છીએ. આ વાકયમાં પંદર શબ્દો છે તે પૈકી નવ શબ્દો અંગ્રેજીના છે તો આ વાકયમાં વધારે શબ્દો અંગ્રેજી ના હોય તો તે વાકયને ગુજરાતી વાકય કહેવાય ? ના , તો અંગ્રેજી કહેવાય ? ના. તો આને આપણે ગુજલીશ કહી શકીએ. કેટલીક વાર ભેળસેળીયું અંગ્રેજી બોલનારને ગુજલીશ કહી ને ઉતારી પાડવામાં આવે છે પણ ખરેખર આત્મવિશ્વાસ વધારવા માટે ગુજલીશ બોલવામાં કશું ખોટું નથી. નાનું બાળક કાલું કાલું બોલતી વખતે કયારેક ભૂલ કરે તો તે ભૂલ પછી આપમેળે સુધરી જતી હોય છે. પણ ખોટું પડશે તો ખરાબ લાગશે તેવો ડર હોય તો શીખવામાં વધારે તકલીફ પડે છે માટે આ ડર દુર કરવા માટે આત્મવિશ્વાસ ખુબ જરૂરી છે. તથા તે માટે નાના બાળકની માતૃભાષા શીખવાની પદ્ધતિ નું અનુકરણ કરો , સારું અંગ્રેજી ના આવડી જાય ત્યાં સુધી આત્મવિશ્વાસ વધારવા માટે ગુજરાતી ભાષા બોલવામાં વધુ માં વધુ અંગ્રેજી શબ્દો નો ઉપયોગ કરો. ગુજલીશનો બોલવામાં છુટથી ઉપયોગ કરો. જયાં ભાષા કે સાહિત્યની પરીક્ષાા આપવાની હોય કે લખાણમાં ઉપયોગ કરવાનો હોય તે સિવાય ગુજલીશનો ઉપયોગ કરો. અંગ્રેજી શિખવા માટે આત્મવિશ્વાસ એ ખરેખર ખુબ મહત્વની બાબત છે. તથા એને માટે તમે આ રીતે ગુજલીશનો શરૂઆતમાં ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત Anmoll માં આત્મવિશ્વાસ વધારવા માટે મનોવિજ્ઞાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તમારા અભ્યાસ દરમ્યાન તમારા અજ્ઞાત મનમાં એવું અંકીત થાય કે તમને ખરેખર અંગ્રેજી આવડી જશે કે અંગ્રેજી તો સહેલું છે તે માટે Auto Suggestionb પણ તેમાં મુકેલા છે. Auto Suggestion એ તમારા મનને સૂચન કરવાની એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. જે મુજબ થોડી થોડી વારે અલગ અલગ મેસેજ ઝબુકયા કરશે , જેના તરફ તમે ધ્યાન નહી આપો તો પણ તે છુપી રીતે તમારોઆત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે. આ સોફટવેરમાં અમે કયાંય ભારેખમ નિયમો ગોખાવવાનો કે નિયમોને નિયમ રૂપે સમજાવીને કંટાળાજનક બનાવવાનો પ્રયત્ન નથી કર્યો . સરળ ભાષામાં જ જરૂરી બાબતો સમજાવી છે , તથા સામાન્ય પદ્ધતિ ની જેમ એક સાથે બધા આર્ટિકલ સમજાવી દેવા કે એકસાથે બધા કાળના રૂપો સમજાવી દેવા તેમ કર્યું નથી. આથી અલગ જયાં જરૂર હોય ત્યાં તે બાબત સમજાવી છે તથા તે કંટાળાજનક ના બને તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેમ છતાં જો તમે પદ્ધતિસર નું ગ્રામર શિખવા ઈચ્છતા હો તો પણ તમે શીખી શકો તે માટે વ્યાકરણ વિભાગમાં આ જ બાબતો વિશે વિસ્તારથી ગ્રામરના નિયમોને આધારે પ્રચલિત પદ્ધતિ અનુસાર પણ સમજુતી આપેલી છે. આ ઉપરાંત જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલી હેલ્પ અચુક વાંચો , આથી આ સોફટવેરનો તમે વધુ સારી ઉપયોગ કરીને વધુમાં વધુ ફાયદો મેળવી શકશો.

અનમોલ સોફ્ટવેર વિષે વધુ માહિતી અને Screen shots માટે "More info" પર ક્લીક કરો.

More info

Popularity Index

    • 124 કરતાં વધારે દેશોમાં જાણીતા સોફ્ટવેર નિર્માતા ...વધુ માહિતી માટે નીચે આપેલ ધ્વજ પર ક્લિક કરો.

    free counters Source : FlagCounter.com

Anmoll English Software તમને સારું લાગે તો તમારા મિત્રોને જણાવો , નીચે આપેલ Share બટન પર ક્લીક કરો.