Gujarat High Court Circular to Use A4 paper and Lohit – Noto Sans Unicode fonts for Gujarat Courts.
How to Download and Use Lohit and Noto Sans Unicode fonts in Court Documents.
Lohit font download as per High Court Circular.
The High Court has issued a new order to implement unified document system all over the state of Gujarat. Here is the details that you must know , if you are an advocate or concerned with legal documentation.
ગુજરાત હાઇ કોર્ટના નવા પરિપત્ર અનુસાર લોહિત ગુજરાતી યુનિકોડ અને Noto Sans ગુજરાતી ફૉન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવા, ઇન્સ્ટોલ કરવા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એની સંપૂર્ણ માહિતી અહી આપી છે, આખો લેખ વાંચો તો સમજાઈ જશે કે લાગે છે એટલું અઘરું નથી.
ગુજરાત રાજ્યમાં એકીકૃત દસ્તાવેજ પ્રણાલી લાગુ કરવા માટે હાઇકોર્ટે એક નવો આદેશ જારી કર્યો છે. જો તમે વકીલ છો અથવા કાનૂની દસ્તાવેજીકરણ સાથે સંબંધિત છો, તો તમારે જાણવા જેવી વિગતો અહીં છે.
Last Update : 29 Dec 2025
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર ( New: High Court Circular About Usage of A4 paper and Lohit Gujarati Unicode Font Download ) બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ હવે થી ગુજરાત રાજ્યની તમામ અદાલતો-કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની રહેશે. રાજયની તમામ અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી તા. 1 જાન્યુઆરી, 2026થી કરવી પડશે. હાઇકોર્ટ સહિત રાજયની તમામ અદાલતો અને સંબંધિત કોર્ટમાં તમામ પિટિશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ વગેરે એ-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાની નવી સિસ્ટમ નો અમલ કરવાનો રહેશે.
હાઇકોર્ટ દ્વારા અગાઉ 25 ઓક્ટોબર, 2025ના પરિપત્રમાં ફોન્ટ સહિતની કેટલીક બાબતોના ફેરફાર સાથે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ ના પરિપત્રમાં નોન યુનિકોડ ફૉન્ટ નો ઉલ્લેખ હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ફોન્ટનો ઉલ્લેખ કરાયો હતો તે આઉટડેટેડ અને યુનિકોડ સક્ષમ નહીં હોવાના કારણે ટેક્નિકલ સમસ્યાઓ આવતી હતી. તેથી હવે હાઇ કોર્ટના નવા પરિપત્ર અનુસાર ફોન્ટમાં મહત્ત્વનો બદલાવ કરી કેટલીક બાબતોમા સુધારા સાથે નવો પરિપત્ર જારી કરાયો છે. પરિપત્રમાં ચોક્કસ સાઇઝના એટલે કે A4 સાઇઝ ના પેપરના ઉપયોગની સાથે સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે અને તે મુજબ, તમામ અદાલતોમાં 1 જાન્યુઆરી, 2026થી ફરજિયાતપણે અમલ કરવા નો રહેશે.
gujarati font use without unicode pad, use gujarati font without unicode pad app, gujarati style font use without unicode pad, gujarati font use without unicode pad app, unicode pad vagar gujarati font use kevi rite karva, how to use gujarati stylish font without unicode pad, use gujarati font, unicode pad gujarati font add, gujarati font use, how to use gujarati font, unicode pad gujarati font download, unicode pad kaise use kare gujarati, unicode pad gujarati font add kaise kare
પેપરની વિગત : એ 4 સાઇઝ (29.7 સે.મી બાય 21 સે.મી), વજન કવોલિટી ઓછામાં ઓછું 75 જીએસએમ પ્રકારની હોવી જોઇશે, બંને બાજુ પ્રિન્ટિંગ કરવાનું રહેશે, ગુજરાતી ફોન્ટ (લોહિત અથવા નોટો સાંસ યુનિકોડ ફૉન્ટ ), ફોન્ટ સાઇઝ 16, ઇંગ્લિશ ભાષા ના લખાણ માટે 14 પોઈન્ટ સાઇઝ ના Times New Roman ફૉન્ટ નો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ગુજરાતી લખાણ માટે Lohit Unicode Font Download કરીને અથવા Noto Sans Gujarati Unicode Font Download કરીને ઉપયોગ કરવાનો રહેશે. લાઇન સ્પેસિંગ 1.5 , કવોટેશન અને ઇન્ડેન્ટ મેટર માટે અને તેમાં ફોન્ટ સાઇઝ 12 અને લાઇન સ્પેસિંગ સિંગલ રાખવાની રહેશે. ઉપરાંત ડાબે-જમણે ચાર સેન્ટિ મીટર નું અને ઉપર નીચે 2 સેન્ટિ મીટર નું માર્જિન રાખવાનું રહેશે. ગુજરાત રાજયની તમામ અદાલતોમાં એ-4 સાઇઝના પેપર સહિતની ઉપરોકત નિયમો અને નિર્દેશોની 1 જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની રહેશે.
નોંધનીય છે કે, નીચલી અદાલતોમાં અત્યાર સુધી લીગલ સાઇઝ, એ-4 સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતુ હતુ. પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી. કોઇપણ અરજી કે, ફરિયાદ તથા સોગંદનામા કોઇપણ સાઇઝમાં ફાઇલ થઈ શકતા હતા. જો કે, હવે હાઇકોર્ટના પરિપત્રના કારણે એ-4 સાઇઝ પેપર, ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની તમામ બાબતોમાં ચોકસાઇ, બારીકાઇ અને એકસમાનતા જળવાશે.
અદાલતોમાં ઇ-કોર્ટ સિસ્ટમ ને આધુનિક બનાવવા પીડીએફ સ્કેનિંગ, ઓનલાઇન ફાઇલિંગ અને ભવિષ્યમાં ડિજીટલ રેકોર્ડને ઘ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. હવેથી ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની તમામ અદાલતોમાં ચોક્કસ પ્રકારના અને ચોક્કસ નિયમો સાથેના એ-ફોર સાઇઝના પેપર અને ફાઇલીંગની નવી સીસ્ટમ તમામ વકીલો, લીટિગન્ટ્સ(પક્ષકારો), કોર્ટ સ્ટાફ, ડ્રાફ્ટિંગ કરનાર તમામ વ્યકિતઓ અને જ્યુડિશિયલ ઓફિસર્સ માટે બહુ મહત્ત્વનો નિર્ણય બની રહેવાનો છે.
લોહિત ગુજરાતી ફોન્ટ ( Lohit Gujarati Font Download ) એ એક યુનિકોડ ફોન્ટ છે, જે ખાસ કરીને સ્ટાન્ડર્ડ યુનિકોડ એન્કોડિંગ (ગુજરાતી યુનિકોડ અક્ષરોને ટેકો આપતી મુદ્રણ પદ્ધતિ ) નો ઉપયોગ કરીને ગુજરાતી લિપિને ટેકો આપવા માટે રચાયેલ છે અને તેને ભારતીય ભાષાઓ માટે રેડ હેટ લીનક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલ છે , આ ફૉન્ટ આધુનિક ડિજિટલ ઉપયોગ માટે મુખ્ય ઓપન-સોર્સ યુનિકોડ ફોન્ટ છે. આ ખૂબ સારી રીતે ગુજરાતી ભાષા ને પ્રદર્શિત કરવા અને પ્રિન્ટ કરવા સક્ષમ છે , આથી વધુ ને વધુ સરકારી કચેરીઓ માં આનો ઉપયોગ થવા લાગ્યો છે. આને ધ્યાને લઈને ગુજરાત હાઇ કોર્ટે પણ ડિજિટલ આધુનિકતા અપનાવવા ના ભાગ રૂપે એક પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર હવે થી રાજ્યની તમામ અદાલત માં લોહિત ફૉન્ટ ડાઉનલોડ કરીને અથવા Noto Sans Unicode font Download કરીને એનો ઉપયોગ કરવા નો રહેશે.
ઉપલબ્ધતા: તે ઓપન-સોર્સ ઇકોસિસ્ટમનો ભાગ છે (જેમ કે ફેડોરા/RHEL માં) અને નોટો સેન્સ ગુજરાતી જેવા અન્ય ફોન્ટ સાથે ગુજરાતી માટે એક પાયાનો યુનિકોડ ફોન્ટ છે.
New: High Court Circular About Usage of A4 paper and Lohit Gujarati Unicode Font Download
The High Court has issued a new order to implement unified document system all over the state of Gujarat. Here is the details that you must know , if you are an advocate or concerned with legal documentation.
ગુજરાત રાજ્યમાં એકીકૃત દસ્તાવેજ પ્રણાલી લાગુ કરવા માટે હાઇકોર્ટે એક નવો આદેશ જારી કર્યો છે. જો તમે વકીલ છો અથવા કાનૂની દસ્તાવેજીકરણ સાથે સંબંધિત છો, તો તમારે જાણવા જેવી વિગતો અહીં છે.
તમારા કમ્પ્યુટર પર Lohit Gujarati Unicode Font કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા ?
અહી નીચે આ ફૉન્ટ ડાઉનલોડ કરવા માટે ની લિન્ક આપેલી છે, કમ્પ્યુટર કે લેપટોપ માં થી આ લેખ ઓપન કરીને નીચે ની ડાઉનલોડ લિન્ક પર ક્લિક કરવાથી તમારા કમ્પ્યુટર ના ડાઉનલોડ ફોલ્ડર માં આ ફૉન્ટ ડાઉનલોડ થઈ જશે.
લોહિત ગુજરાતી ફૉન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Noto Sans ગુજરાતી ફૉન્ટ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
અહી તમે જે ફૉન્ટ ડાઉનલોડ કર્યા હશે એ મુજબ ફૉન્ટ ફાઇલ નું નામ જોવા મળશે. જેમ કે lohit_gu. ttf જુઓ નીચેનું ચિત્ર નંબર 1 . ચિત્રમાં દર્શાવ્યા મુજબ ફૉન્ટ ફાઇલ પર Right Click કરો. Install for all users પર ક્લિક કરો. આથી લોહિત ગુજરાતી ફૉન્ટ ઇન્સ્ટોલ થઈ જશે.

જો ફૉન્ટ ફાઇલ પર Right Click કરવાથી Install મેનૂ જોવા ના મળે તો નીચે ચિત્ર 2 માં દર્શાવ્યા મુજબ Right Click કરીને Open With પર ક્લિક કરો. હવે એમાં તમને ચિત્ર 2 મુજબ “Windows Font Viewer ” લખેલું જોવા મળશે , એના પર ક્લિક કરો. આથી ફૉન્ટ ઇન્સ્ટોલ થઈ જશે.

આ બે પૈકી કોઈપણ પદ્ધતિ થી ફૉન્ટ ઇન્સ્ટોલ કર્યા પછી તમે MS – Word ઓપન કરશો તો એમાં આ ફૉન્ટ જોવા મળશે. ( જુઓ નીચેનું ચિત્ર નંબર 3 ) . જેનો સરળતા થી ઉપયોગ કરી શકો છો.

Gujarat High Court Circular to Use A4 paper and Lohit Gujarati Unicode Font– Noto Sans Unicode fonts for Gujarat Courts.
gujarati font use without unicode pad, use gujarati font without unicode pad app, gujarati style font use without unicode pad, gujarati font use without unicode pad app, unicode pad vagar gujarati font use kevi rite karva, how to use gujarati stylish font without unicode pad, use gujarati font, unicode pad gujarati font add, gujarati font use, how to use gujarati font, unicode pad gujarati font download, unicode pad kaise use kare gujarati, unicode pad gujarati font add kaise kare
a4 size paper for court pleadings documentantion, high court, delhi high court notification, a4 paper, passing my entire body through a4 paper, a4 size paper, paper art, paper cut hole, paper airplane, hierarchy of courts in india, boomerang paper airplane, paper airplane 123, paper craft, easy paper airplane tutorial, cut hole in paper, paper ninja star, cousins decor a room with paper butterfly, paper plane that comes back, paper plane, ultimate paper plane, origami paper pyramid, returning paper plane
You may also like this : क्यों बार बार दिखता है नंबर 555 ?
