આપના સવાલો ...જાણવા જેવું...Frequently Asked Questions...FAQs

 

1. અનમોલ સોફ્ટ્વેરથી અંગ્રેજી શીખવામાં કેટ્લો સમય લાગે?

 

જેવી રીતે એક પુસ્તક પુરું કરવામાં લાગતો સમય દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે તે રીતે સોફ્ટ્વેરથી અંગ્રેજી શીખવા માટે લાગતો સમય પણ અલગ હોઇ શકે છે , પરંતુ સામાન્ય રીતે ત્રણ થી ચાર મહીના જેટ્લો સમય જરુરી છે, ત્યારબાદ પણ જેટ્લી વધારે પ્રેક્ટીસ કરવામાં આવે તેટ્લી વધારે સફળતા મળી શકે છે.

 

2. મને ગ્રામર ના નિયમો ગોખવાનો કંટાળો આવે છે તો સોફ્ટ્વેરથી હું અંગ્રેજી શીખી શકીશ?

 

 નાનું બાળક પોતાની ભાષા શીખે ત્યારે તેને કોઇ ગ્રામર શીખવ્યા વગર બોલતા આવડી જાય છે તે પદ્ધતિ પરથી સોફ્ટ્વેર વિક્સાવાયેલ છે આથી તમે સરળતાથી અંગ્રેજી બોલતા શીખી શકો છો. કેવી રીતે અભ્યાસ કરવો તે અંગે સોફ્ટ્વેરમાં વિગતવાર માહિતિ આપેલ છે. મુજબ અભ્યાસ કરવાથી તમે ગ્રામરના નિયમો ગોખ્યા વગર અંગ્રેજી શીખી શકો છો.

 

3. કલાસિસમાં ગયા વગર પણ અંગ્રેજી શીખી શકાય?

 

હકિકતમાં ક્લાસિસમાં જવાથી શીખી શકવાની શક્યતા કરતાં સોફ્ટ્વેરથી શીખી શકવાની શક્યતા વધારે છે કારણ કે ...

 

ક્લાસિસમાં બધાની હાજરીમાં તમે કદાચ સંકોચ અનુભવો ...

 

ક્લાસિસમાં બધાની શીખવાની ઝ્ડ્પ સરખી ના હોવા ના લીધે તમે કદાચ લઘુતાગ્રંથી અનુભવો તે શક્ય છે...

 

ક્લાસિસમાં મર્યાદીત સમય હોવાથી પણ શીખવામાં રસ ના પડે તે શક્ય છે...

 

ક્લાસિસમાં ગ્રામરના નિયમો ગોખીને ભણાવતા હોય તો પણ રસ ના પડે તે શક્ય છે...

 

આમ ઘેરબેઠાં સોફ્ટ્વેરથી શીખવાનું વધારે અનુકુળ પડે છે.

 

4. સોફ્ટ્વેરર્નો ઉપયોગ કોણ કરી શકે, શું સોફ્ટ્વેર બાળકો માટે છે?

 

પોતે જાતે કોમ્પ્યુટર ઓપરેટ કરી શકતા હોય એટ્લે કે થોડું પણ કોમ્પ્યુટર જાણતા હોય તેવા તમામ ઉંમર ના લોકો સોફ્ટ્વેરર્ની મદદ્થી અંગ્રેજી શીખી શકે છે.

 

5. સોફ્ટ્વેર કયા ધોરણના વિધ્યાર્થીઓ માટે છે?

 

સોફ્ટ્વેર એવી રીતે વિક્સાવાયેલ છે કે જેથી અંગ્રેજી શીખવાના લગભગ તમામ પાસાઓ નો તેમાં સમાવેશ થઇ જાય, એટલે કે સોફ્ટ્વેર કોઇ અમુક ધોરણના વિધ્યાર્થીઓ માટે મર્યાદીત નથી પણ તમામ પ્રકારના લોકો તેનો ઉપયોગ કરીને અંગ્રેજી શીખી શકે છે.

 

6. શું સોફ્ટ્વેરમાં ડીકશનરી છે? તેમાં કેટ્લા શબ્દો છે?

 

હા, સોફ્ટ્વેરમાં ડીકશનરીનો સમાવેશ કરેલ છે તથા તેમાં આશરે દસ હજાર જેટ્લાં શબ્દો આપેલ છે, તમે જાતે નવા નવા શબ્દો શીખો તે હેતુ હોવાથી માત્ર જરુરી શબ્દો આપેલા છે.

 

7. સોફ્ટ્વેર એક્ટીવેટ કરવા માટે શું કરવું?

 

 

અનમોલ સોફ્ટ્વેર ડાઉનલોડ કર્યા પછી  તમારા કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરો, સોફ્ટ્વેર ઇન્સ્ટૉલ કરવા બાબતે માહીતી માટે અહીં ક્લિક કરો.તમારા ડેસ્ક્ટૉપ પર અનમોલ સોફ્ટ્વેર નો આઇકોન જોવા મળશે. તેના પર ડબલ ક્લિક કરી ને ચાલુ કરો, સોફ્ટ્વેરની ઇન્ડેક્સ ની ઉપર "Activate" Button" જોવા મળશે તેના પર ક્લિક કરવા થી એક્ટીવેશન બાબતે માહિતી જોવા મળશે.

 

 

8. શું સોફ્ટ્વેર એક કરતાં વધારે કોમ્પ્યુટર પર ચલાવી શકાશે?

 

જી ના, એક કોમ્પયુટર પર ચાલશે, તમે જ્યારે સોફ્ટ્વેર ડાઉનલોડ કરશો ત્યારે તે ડેમો તરીકે કામ કરશે, બરાબર ટેસ્ટ કર્યા પછી જો તમને પસંદ પડે અને તમારે સોફ્ટ્વેરર્નો પુર્ણ રીતે ઉપયોગ કરવો હોય તો તે માટે એક્ટીવેશન કોડ મંગાવવો પડશે. એક્ટીવેશન કોડ નાખવાથી સોફ્ટ્વેરનો પુર્ણ ઉપયોગ કરી શકાશે. એક્ટીવેશન કોડ કોઇ એક કોમ્પ્યુટર પર ચાલે તે રીતે આપવામાં આવે છે. સોફ્ટ્વેરનો બીજા કોમ્પયુટર પર પુર્ણ પણે ઉપયોગ કરી શકાશે નહીં, પરંતુ ડેમો તરીકે કોઇ પણ કોમ્પ્યુટર પર ચલાવી શકાશે.

 

9. સોફ્ટ્વેર એકટીવેટ કર્યા પછી હાર્ડ ડીસ્ક FORMAT / ERASE કરીયે અથવા WINDOWS ફરીથી ઇંન્સટોલ કરીયે તો એક્ટીવેશન કોડ ચાલશે?

 

હા, હાર્ડ ડીસ્ક FORMAT / ERASE કર્યા પછી પણ તમે એક વાર મેળવેલ એક્ટીવેશન કોડ કોમ્પ્યુટર પર ગમે તેટ્લી વાર ઉપયોગ કરી શકો છો. પણ જો આખી HARD DISK થવા બીજા કોઇ મહ્ત્વના PARTS કે જે બદલવાથી કોમ્પયુટર ની Identity બદલી જતી હોય તેવા પાર્ટ્સ સાવ બદલવામાં આવે તો એકટીવેશન કોડ ના ચાલે તે શક્ય છે, આવા સંજોગોમાં જો તમે અનમોલનો ઉપયોગ ચાલુ રાખવા માગતા હો તો તમારે બીજીવાર એક્ટીવેશન કોડ મંગાવવો પડશે. આ માટે બીજી વાર વહીવટી ખર્ચ ની રકમ મોકલવી પડ્શે. આપને શરતો તથા અન્ય કોઇ પણ લાગુ પડતી શરતો માન્ય  હોય તો એક્ટીવેશન કોડ મંગાવવો .

 

10. સોફ્ટ્વેર બરાબર કામ ના કરે તો તમે અમારે ત્યાં આવીને ચાલુ કરી આપશો?

 

અનમોલ સોફ્ટ્વેર એક વિશ્વ કક્ષાનું સોફ્ટ્વેર છે તથા  ખુબ  સારી રીતે ટેસ્ટીંગ કરેલ છે આથી મોટેભાગે કોઇ સમસ્યા આવતી નથી , જો સોફ્ટ્વેર સુચના  મુજબ ઇન્સ્ટોલ ના કરવામાં આવે તો જ એરર આવે ,  ઇન્સ્ટોલેશન બાબતની સુચના માટે અહી ક્લિક કરો.તેમ છતાં જો કોઇ સમસ્યા હોય તો help@anmoll.com પર email કરવાથી મેલ માં શક્ય હોય એટ્લું માર્ગદર્શન આપવામાં આવશે, તે સિવાય તમારે તમારા જાણીતા કોમ્પ્યુટર જાણકારની મદદ લેવાની રહેશે, સોફ્ટ્વેર  મફત હોવાથી તથા ગ્રાહકો વિશ્વભરમાં હોવાથી વ્યક્તીગત કે રુબરુ સર્વિસ / સેવા આપવાનું અમારે માટે શક્ય નથી, તેમ છ્તાં જો સોફ્ટ્વેર યોગ્ય રીતે કાર્ય ના કરે તો તમે એકટીવેશન કોડ ના મેળવશો, સોફ્ટ્વેર યોગ્ય રીતે કાર્ય કરતું હોવા અંગે આપને સંતોષ થાય પછી એક્ટીવેશન કોડ મેળવવો,

 

11. તમે ના આવી શકો પણ અમે તમારી ઓફીસે અમારું લેપટોપ લઇને આવીયે તો સોફ્ટ્વેર ચાલુ કરી આપો?

 

સામાન્ય રીતે કોઇ સમસ્યા ઉદભવતી નથી પણ જો કોઇ સમસ્યા હોય તો પણ અમારી ઓફીસે આવી કોઇ સેવા આપવાનું શક્ય નથી , ઓફીસ પર ડેમો બતાવવાનું પણ શક્ય નથી, સોફ્ટ્વેરની મફત આવૃતિ માટે અમે બીજી કોઇ સેવા આપતા નથી.

 

12. શું સોફ્ટ્વેરના ઉપયોગ માટે ઇન્ટરનેટ હોવું જરુરી છે?

 

જી ના,  માત્ર download તેમ જ એક્ટીવેશન કોડ મેળવવા માટે  જરુર છે પરંતુ ત્યારબાદ નિયમિત ઉપયોગ માટે ઇન્ટરનેટ જરુરી નથી.

 

13. શું દર વરસે ફરી થી લાયસન્સ લેવું અથવા રીન્યુ કરાવવવું પડશે?

 

ના, એક્વાર એકટીવેશન કોડ લેવાથી આપ પુર્ણ્ પણે અંગ્રેજી શીખી લ્યો ત્યાં સુધી તેનો લાયસન્સ સોફ્ટ્વેર તરીકે કોમ્પ્યુટર પર ઉપયોગ કરી શકો છો, પરંતુ માટે લાયસન્સ એગ્રીમેન્ટ અનુસાર જોગવાઇઓ લાગુ પડશે.

 

14. મેં ભુલથી મારા મિત્રના કોમ્પ્યુટર માટે એકટીવેશન કોડ મંગાવી લીધૉ છે તો તે કેન્સલ કરીને મને નવો કોડ આપશો?

 

જી ના, એક્વાર આપવામાં આવેલ કોડ કેન્સલ કરવાની કોઇ જોગવાઇ નથી તથા કોઇપણ સંજોગોમાં બીજીવાર એક્ટીવેશન કોડ આપવામાં આવતો નથી.

 

15. સોફ્ટ્વેર મફત મેળવવા માટે કો ુપી શરતો છે?

 

જી ના, માત્ર એટલી શરત છે કે તમારે એક્ટીવેશન કોડ મેળવવા માટે વહીવટી ખર્ચ નીરકમ મોકલવી પડશે, અન્ય કોઇ છુપી શરત નથી. એક્ટીવેશન કોડ  મેળવવા માટે  રુપિયા બસ્સો પચાસ અમારી મની ઓર્ડર થી અમારી ઓફિસે મોકલી આપો.

 

એકટીવેશન બાબતે વધારે માહિતી માટે અનમોલ સોફ્ટ્વેરની ઇન્ડેક્સ ની ઉપર આપેલ Activate Button પર ક્લિક કરો.

 

 

Address for sending Money Order...

 

Ruther Computers,

L/42, Dhanlaxmi Complex,

Opp. Swami Narayan Temple,

Jivraj park,

Ahmedabad - 380051

 

 

16. એક્વાર ડાઉનલોડ કર્યા પછી એક કરતા વધારે કોમ્પ્યુટર માટે એક્ટીવેશન કોડ મેળવી શકાય?

 

હા ,પરંતુ દરેક માટે અલગ થી વહીવટી ખર્ચની રકમ મોકલવી જરુરી છે.