HOW TO ACTIVATE :

 

અત્યંત જરુરી સુચના , અનમોલ સોફ્ટ્વેર કેવી રીતે એક્ટીવેટ કરશો

 

ચેતવણી ; નીચે ની બધી વિગતો ધ્યાન થી વાંચ્યા પછી સોફ્ટ્વેર એક્ટીવેટ કરવા માટે

મેલ કરવો .

 

WARNING : PLEASE READ CAREFULLY.

 

તમે જયારે અનમોલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો ત્યારે તે ડેમો તરીકે કામ કરશે એટલે કે બધા ચેપ્ટર્સ અને બધા વિભાગો નહીં ખુલે, હવે જો તમારે સોફ્ટ્વેરનો પુર્ણ રીતે ઉપયોગ કરવો હોય તો એકટિવેશન કોડ મેળવવો જરુરી છે.

 

એકટિવેશન કોડ મેળવવા માટે નીચે મુજબની ત્રણ વિગતો  મેલથી activate@anmoll.com પર મોકલી આપો. મેલ માં અનમોલના સ્પેલિંગ માં ડ્બલ એલ ( anmoll ) છે તે ધ્યાન રાખો.

 

ખાસ નોંધ ; રુપિયા 2500 ની કિંમત નો સોફ્ટ્વેર ખાસ ઓફર હેઠળ બિલકુલ મફત આપવામાં આવે છે, પરંતુ સોફ્ટ્વેરના વહીવટી ખર્ચ ને પહોંચી વળવા માટે રુપિયા બસ્સો પચાસ ફક્ત ( રુપિયા 250 / - ) મની ઓર્ડર થી મોકલવા જરુરી છે.રકમ અમને મળ્યા બાદ એક્ટીવેશન કોડ મોકલવામાં આવશે.

મની ઓર્ડર મોકલતાં પહેલાં સોફટ્વેર બરાબર કામ કરે છે તે બાબતે ખાત્રી કરી લેવી , કોઇ પણ સંજોગોમાં પૈસા પરત નહીં આપવામાં આવે કારણ કે રકમ વહીવટી ખર્ચ પેટે લેવામાં આવે છે, સોફ્ટ્વેરની કિંમત પેટે લેવામાં આવતી નથી. ઉપરાંત સોફ્ટ્વેર મફત હોવાથી કોઇ પ્રકાર ની આફ્ટર સેલ્સ સર્વીસ આપવમાં આવતી નથી તે નોંધ લેશો.

 

            સોફ્ટ્વેર  ખુબ    સારી  રીતે  ટેસ્ટીંગ કરેલ  હોવાથી કોઇ પણ પ્રકારની  એરર આવવાની શક્યતા નથી, પરંતુ જો સુચના મુજબ ઇન્સ્ટોલ કરેલ ના હોય તો આવી શકે છે.

 

            ઇન્સ્ટોલ કરવા બાબતે સુચના માટે આપના કોમ્પ્યુટર સ્ક્રિન પર અનમોલના આઇકોન ની બાજુમાં આપેલ  "Installation Guide.mht" વાંચો. ડબલ ક્લિક કરવાથી ઇન્ટરનેટ એક્સ્પ્લોરર માં ખુલશે.

 

"Installation Guide.mht" અમારી વેબ સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

 કોઇ પણ પ્રકારની  ERROR  બાબતે માહીતિ માટે આપના કોમ્પ્યુટર સ્ક્રિન પર અનમોલના આઇકોન ની બાજુ માં આપેલ     "Error  Solution.mht"  વાંચો.  ડબલ  ક્લિક  કરવાથી ઇન્ટરનેટ એક્સ્પ્લોરરમાં ખુલશે.

 

"Error Solution.mht" અમારી વેબ સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

 

અથવા

 

અમારી વેબસાઇટ પર "Error  Solution" આપેલ વિભાગ જુવો.

 

એક્ટીવેશન કોડ મેળવતાં પહેલાં હજી તમે કંઇ વધારે માહિતી મેળવવા ઇચ્છતા હો તો અમારી વેબ સાઇટમાં આપના સવાલો (FAQ) વિભાગ જુવો. જે અન્ય ગ્રાહકોના સવાલો, સુચનોને આધારે બનાવેલ છે.

 

અમારી ફોન લાઇન બીઝી હોય અને આપને કોઇ માહિતી જોઇતી હોય તો અમારી વેબ સાઇટ્ની મુલાકાત લ્યો, આપને જોઇતી લગભગ તમામ માહીતિ અમારી વેબ સાઇટ પર આપેલ છે. જે અન્ય ગ્રાહકોના સવાલો, સુચનોને આધારે તૈયાર કરેલ છે.

 

 

 

આપે મોકલાવેલ મની ઓર્ડર અમને મળી જાય એટલે તેની પહોંચ / રસિદ ટ્પાલ ખાતા તરફ થી આપને મળશે. અમારા સહિ સિક્કા સાથેની પહોંચ આપને મળી જાય પછી એક્ટીવેશન કોડ માટે મેલ કરવો.

 

આપનો મનીઓર્ડર મળી જાય પછી એક્ટીવેશન કોડ આપવામાં આવશે.

 

 આપને એક્ટીવેશન કોડ મળી જાય ત્યાં સુધી મની ઓર્ડરની પહોંચ સાચવી રાખો. કોઇ કારણસર આપે મોક્લાવેલ રકમ અમને ના મળે તો આપ પોસ્ટ ઓફિસમા તપાસ કરી શકો તે માટે જરુરી છે. રુબરુ , બેન્ક ટ્રાન્સફર , ખાનગી કુરિયર કે અન્ય કોઇ રીતે નાણાં સ્વિકારવામાં આવતા નથી , માત્ર ટ્પાલ વિભાગ ની સરકારી મની ઓર્ડર સેવાનો ઉપયોગ કરવો.

જો આપ સોફ્ટ્વેરથી સંતુષ્ટ હોવ અને એકટીવેશન કોડ મેળવવા ઇચ્છતા હો તો હવે નિચે આપેલ સુચના મુજબ આપની વિગતો મોકલી આપો.

 

અનમોલ સોફ્ટ્વેર ચાલુ કરો, ઇન્ડેક્સ ની ઉપર આપેલ "Activate Button" પર ક્લિક કરો.

એક્ટીવેશન સ્ક્રિન ખુલશે. તેમાં લાલ પટ્ટી માં આપના કોમ્પ્યુટરનો સિરિયલ નંબર જોવા મળશે. હવે નીચે મુજબની ત્રણ વિગતો અમને મેલથી activate@anmoll.com પર મોકલી આપો.

1. આપનુ નામ , નામથી મની ઓર્ડર મોકલ્યો હોય તે નામ.

2. આપનો મોબાઇલ નંબર

3. ઉપર બતાવ્યા મુજબ આપના કોમ્પ્યુટરનો સિરિયલ નંબર .

 

TYPING MISTAKE નિવારવા માટે એકટિવેશન સ્ક્રિન માં આપેલ COPY BUTTON નો ઉપયોગ કરો, આમ કરવાથી સાચો નંબર સીધા   E MAIL માં  COPY કરી શકાશે.

 

તમે મોકલેલ માહિતીને આધારે આપને એક્ટીવેશન કોડ આપવા માં આવશે.

એક્ટીવેશન કોડ એક કોમ્પ્યુટર પર ચાલશે તથા તે બીજી વાર આપવા માં આવતો નથી .

 

આથી તમે ખરેખર જે કોમ્પ્યુટર પર અનમોલનો ઉપયોગ કરવા ઇચ્છ્તા હો તે નો સિરિયલ નંબર મોકલવો. અમારા તરફથી તમને એક્ટીવેશન કોડ મળી જાય એટ્લે ફરી થી એક્ટીવેશન સ્ક્રિન ખોલો. "Enter Code" button પર ક્લિક કરો, અમારા તરફથી તમને મોકલાવેલ એક્ટીવેશન કોડ એન્ટર કરી દો.એક્ટીવેશન કોડ્માં જે અક્ષરો કેપીટલમાં હોય તે કેપીટલ માં એન્ટર કરો.